સુરતનાં માંગરોળ તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપરથી કોસંબા પોલીસે 11 હજાર લિટર બાયોડિઝલના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, ધામડોદ ગામની સીમમાં આવેલ રામદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. હોટલના કમ્પાઉન્ડમાં એક લોખંડની ટાંકી બનાવવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો અને તેમાંથી છૂટક વેચાણ કરી રહયા હતા. પોલીસે બાતમીનાં આધારે રેડ કરતાં ઘટના સ્થળે એક ટ્રક નંબર જીજે/10/ટીએક્સ/0727નો ચાલક ટ્રકમાં આ બાયોડીઝલનો જથ્થો ભરાવી રહ્યો હતો.જયારે બાયોડીઝલનું વેચાણ કરનાર રાહુલ હરીભાઇ ભરવાડ (રહે.માંગરોળ), અને અલ્તાફ હુસૈન રાજાણી (રહે.જામનગર) ના ઓને ઝડપી પાડી અને 11 હજાર બાયોડિઝલનો જથ્થો કિંમત રૂપિયા 7.37 લાખ તેમજ ડિસ્પેચર મશીન અને એક નાની મોટર મળી કુલ 7.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ બાયોડિઝલનો વેપાર કરનાર લાલુ ઉર્ફે ઉમેશભાઈ બાબુભાઇ ગોયાણી (રહે.સુરત) તેમજ શૈલેષભાઈ પરમાર (રહે.કામરેજ) નાઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application