સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલ ખાતાની ઓફિસમાં રાત્રીના સુમારે પ્રવેશ કરી રોકડ રકમ, લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટરની ચોરી કરતા 2 ચોરને ડીસીબીએ ઝડપી પાડી તેમની પાસેથી રોકડા 11 હજાર, 3 મોબાઈલ અને 2 લેપટોપ કબજે કર્યા હતા. પ્રાથમિક પુછપરછમાં ચોકબજાર અને સરથાણાના છ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વેડરોડ નાની બહુચરાજી રોડ હોન્ડા સર્વિસ સેન્ટરના ગલી માંથી રહેમતનગર વસાહત વેડરોડ ખાતે રહેતા રાહુલ ઉર્ફે રાજુકુમાર ગયારી નિશાદ (ઉ.વ.24) અને બલરામસિંહ શંકર નિશાદ (ઉ.વ.22) નાને ઝડપી પાડી રોકડા 11 હજાર, 3 મોબાઈલ અને 2 લેપટોપ કબજે કર્યા હતા. બંને આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ ચોકબજાર અને સરથાણા વિસ્તારમાં આવેલા 6 ખાતાની ઓફિસ માંથી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. વધુમાં આરોપી રાહુલ નિશાદ અગાઉ પણ ચોકબજાર અને કતારગામમાં પકડાઈ ચુક્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500