Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

181 મહિલા હેલ્પલાઇન એ પરણિતા ને સુરક્ષિત ઘરે પહોંચાડી

  • January 20, 2021 

એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી માહિતી આપી હતી કે, એક મહિલા કામરેજ બેઠા છે અને કોઈ જવાબ આપતાં નથી. તેઓને મદદ કરવા અનુરોધ કરતા અભયમ રેસ્ક્યુ વાન બારડોલી તાત્કાલિક સ્થળ પર પહોંચી પરણિતા ને સમજાવી ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.

 

 

 

મળતી માહિતી મુજબ  કામરેજ પાસે એક મહિલા બેઠા હતા જ્યાં એક ત્રાહિત વ્યક્તિનું ધ્યાન જતા મદદ કરવાની ભાવનાથી અભયમ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મહિલાને મદદ કરવા અનુરોધ કરતા બારડોલી સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી ઘરેથી નીકળી ગયેલ પરણિતાને સમજાવી કિમ પાસે નવાપુરામા રહેતા પતિ પાસે લઈ જઈ પતિ પત્ની ને સાથે રાખી સમજાવતાં બંને વચ્ચે સમાધાન કરવામાં સફળતા મળી હતી.

 

 

 

મધ્ય પ્રદેશના મૂળ વતની અને કિમ ખાતે રોજગારી મેળવવા આવેલ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા, ગત રોજ ઝગડો થતા પરણિતા રિસાઈને ઘરેથી નીકળી ગયા હતા. પરણિતાને પણ સમજાવેલ કે આ રીતે અજાણ્યા વિસ્તારમા ઘરેથી નીકળી જવામાં ભય સ્થાન છે બંને પતિ-પત્ની ને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે શાંતિથી રહેવા સંમત થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application