સુરતના જહાંગીરપુરા ચીત્રધામ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગતરોજ સાંજે પોલીસે બાતમીના આધારે રેડ પાડી જુગાર રમતા વેપારીઓ સહિત ૧૩ જણાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ ૧.૪૦ લાખ, ૩ વાહન અને ૧૯ મોબાઈલ મળી કુલ રૂપિયા ૬.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જહાંગીરપુરા પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ બાવકુભાઈએ મળેલી બાતમીના આધારે ગતરોજ સાંજે જહાંગીરપુરા ચીત્રધામ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફ્લેટ નં-૩૦૨માં રેડ પાડી હતી જેમાં તપાસ દરમિયાન ફ્લેટમાંથી જુગાર રમતા પરેશ ભગવાન કાથરોટીયા (ઉ.વ.૩૬, ધંધો.સાડીહેન્ડ વર્ક,રહે.કેવલપાર્ક સોસાયટી સારોલી), ઉમેદ દામજી પીપલવા (ઉ.વ.૪૦, ધંધો.ટેક્ષટાઈલ,રહે,શ્રધ્ધા રેસીડેન્સી કતારગામ), ડેનીશ બાબુ સાવલીયા (ઉ.વ.૩૧, ધંધો હિરા મજુરી, રહે.પ્રમુખપાર્ક સોસાયટી,અમરોલી), યશદીપ સુભાષ શુકલા (ઉ.વ.૨૭, ધંધો.હોટલનો, રહે.ચીત્રાધામ એપાર્ટમેન્ટ જહાંગીરપુરા), ભાવિક વિઠ્ઠલ અજુડીયા (ઉ.વ.૩૬, ધંધો.હિરા દલાલી,રહે. અંબિકાનગર કતારગામ), મુકેશ પોપટ સાવલીયા (ઉ.વ.૪૬, ધંધો.સાડી હેન્ડવર્ક, રહે.દ્રારકેશનગરી મોટા વરાછા), વિરેન્દ્રસિંહ લાભુ ચાવડા (ઉ.વ.૩૩, ધંધો.વેપાર, રહે.દેવપ્રયાણ રેસીડેન્સી સિંગણપોર), વિક્રમ અમરસિંઘ ગોહિલ (ઉ.વ.૪૭, ધંધો.હિરા દલાલી, રહે.દેવપ્રયાણ રેસીડેન્સી,સિંગણપોર), મનીષ વિનુ સોમૈયા (ઉ.વ.૩૮, ધંધો.સાડી જોબવર્ક, રહે.વસંતવિહાર,સૈયદપુરા), ગુંજન કિર્તી પટેલ (ઉ.વ.૨૩, ધંધો.નોકરી,રહે.માધ્વાનંદ સોસાયટી,કતારગામ), પુથ્વીરાજ જયરામ રાઠોડ (ઉ.વ.૨૫, ધંધો.નોકરી, રહે. ચીત્રધામ એપાર્ટમેન્ટ,જહાંગીરપુરા), હર્ષદ છગન પ્રજાપતિ (ઉ.વ.૩૬, ધંધો.હિરામજુરી,રહે.સ્ટારગાર્ડન સોસાયટી તારવાડી,અમરોલી) અને કુલદીપ અશોક મોરે (ઉ.વ.૨૬, ધંધો.હોટલ, રહે. ચીત્રાધામ સોસાયટી જહાંગીરપુરા) ના ઓને ઝડપી પાડી તેમની પાસેથી અંગઝડતીના, દાવ પરના અને નાળ પેટેના મળી રોકડા ૧,૪૦,૧૧૦/- મોબાઈલ નંગ-૧૯ જેની કિંમત રૂપિયા ૪,૦૨,૫૦૦/- અને ત્રણ વાહન મળી કુલ રૂપિયા ૬,૧૭,૬૧૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં ઝડપાયેલા તમામ જુગારીઓ ટેક્ષટાઈલ, હોટલ, તેમજ હિરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500