Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં બલેશ્વર ગામમાંથી ટેમ્પો માંથી 16.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

  • June 10, 2021 

સુરત જિલ્લા એલસીબી પોલીસે પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની હદમાંથી નેશનલ હાઈને-48 ઉપરના સર્વિસ રોડ ઉપરથી 16.64 લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બલેશ્વર ગામના હદમાંથી પસાર થતાં મુંબઈથી અમદાવાદ નેશનલ હાઇવે નંબર-48 ઉપરના સર્વિસ રોડ ઉપર એક ટેમ્પો નંબર એમએચ/04ડીએસ/6471 પાર્ક કરેલ હતો પોલીસને આ ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાયો હતો. જેથી પોલીસે ટેમ્પાની પાછળના ભાગનો દરવાજો ખોલતા ટેમ્પામાંથી ખાલી પુઠાના બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની નાની મોટી કુલ 8820 નંગ બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 16,64,400/-નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે ટેમ્પાનો ચાલક હાજર મળી ન આવતા તેને વોન્ડેટ જાહેર કર્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક અને અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂપિયા 20 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application