સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ બાલાજી નગરમાં પહેલા માળે ભાડાના મકાનમાં તીન પત્તીનો જુગાર રમાડતા અને રમતા 10 ઇસમોને કડોદરા પોલીસે ઝડપી પાડી રૂપિયા 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા ખાતે બાલાજી નગરમાં પહેલા માળે ભાડાના મકાનમાં રહેતા વિજય ભીખુભાઈ ચાવડા કે જે પોતાના અંગત લાભ માટે બહારથી માણસો બોલાવી મકાનમાં પૈસા વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમાડી રહ્યા હતા. જે અંગેની બાતમી કડોદરા પોલીસને મળતા પોલીસે સ્થળ ઉપર જઈ રેઈડ કરી જુગાર રમી રહેલ 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી દાવપરના રોકડા રૂપિયા 17,510/- તથા અંગઝડતીના રોકડા રૂપિયા 47,930/- તેમજ 4 ઓટો રિક્ષા કિંમત રૂપિયા 1.20 લાખ અને 5 મોબાઈલ ફોન આમ કુલ મળી રૂપિયા 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલા 10 ઈસમો
- વિજય ભીખુભાઈ ચાવડા (રહે.કડોદરા),
- રાજુ નવઘણભાઈ બામણીયા (રહે.વરાછા),
- ડેનીશ બકુલભાઈ મજેઠીયા (રહે.પૂણા ગામ),
- પ્રવીણ લાખાભાઇ છોટાલા (રહે.કડોદરા),
- રમેશ દેવશીભાઈ સોલંકી (રહે.પૂણા ગામ),
- કેતન જગદીશભાઈ શિહોરી (રહે.કમલપાર્ક,સુરત),
- ઘૂઘા કરશનભાઈ મકવાણા (રહે.પૂણા ગામ),
- ગોપાલ રાજેશ કરીયા (રહે.વરાછા),
- કમલેશ મગન ગોહિલ (રહે.પૂણા ગામ) અને
- મહેન્દ્ર કેશુભાઈ પટેલ (રહે.કતારગામ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500