Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી 1.86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ટેમ્પો ચાલક ફરાર

  • October 06, 2021 

સુરતના કામરેજ તાલુકાનાં વાવ ગામની સીમમાંથી નેશનલ હાઇવે-48 પર બી.એન.બી. હાઈસ્કૂલની સામેથી કામરેજ પોલીસે એક ટેમ્પો અટકાવવાનો પ્રયાસ કરતાં ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પો માંથી વિદેશી દારૂની 2160 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1.86 લાખ હતી અને ટેમ્પોની કિમત રૂપિયા 3.50 લાખ આમ કુલ મળી રૂપિયા 5.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે, વાવ ગામની સીમમાંથી પસાર થતાં એક મહેન્દ્ર પિકઅપ નંબર એમએચ/39/એડી 0527ને અટકાવવાનો પ્રયત્ન કરતાં ટેમ્પો ચાલક ગાડી રોડની બાજુમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસને ટેમ્પો માંથી પરપ્રાંત બનાવટનો વિદેશી દારૂની 2160 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1.86 લાખ તેમજ 3.50 લાખ રૂપિયાનો ટેમ્પો આમ કુલ મળી 5.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application