સુરતના માંડવી તાલુકાના પુના ગામે ગત તા.15મી ઓગસ્ટે રાત્રિના સમયે ગામતળવના યુવકો ગાડી લઈને વાઘેચા મંદિરે મહાદેવના દર્શન કરવા નીકળ્યા હતા. તે સમય દરમિયાન પુના ગામની સીમમાં ડ્રાઈવરે ઝાડ સાથે ગાડી અથડાવી દેતા એક યુવકનું મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ યુવકોને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાના ગામતળવના યુવકો ગત તા.15મી ઓગસ્ટના રોજ રાત્રિના સમયે અરટીકા ગાડી નંબર જીજે/19/ઈએફ/2079 લઈને ગામતળવથી વાઘેચા ખાતે આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. તે દરમિયાન પુના ગામની સીમના આશ્રમ ફળિયા પાસે પોતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલતભરી હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં ઝાડ સાથે અથડાવી દીધી હતી. જેથી ગાડીમાં સવાર દિનેશ દામોદરભાઈ પટેલ, ફેનિલભાઈ અશોકભાઈ પટેલ અને અંકિતકુમાર પ્રકાશભાઈ પટેલને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. જયારે રોશનકુમાર હર્ષદભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા થતા બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન રોશનકુમારનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવકોને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application