પલસાણા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમયે મળેલ ખાનગી બાતમીના આધારે, મલેકપોર ગામ ખાતે કોળી ફળિયા તરફ જતા રસ્તામાં એક ઈકો ગાડી નંબર જીજે/19/બીએ/0250માં દારૂ ભરીને ઉભેલ છે. પોલીસ દ્વારા બાતમી મુજબની જગ્યાએ જતા ત્યાં તે ઈકો ગાડી ઉભી દેખાતા તેનાં ચાલકને ઘેરો કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરનાં ટીન થઈ કુલ 360 જેટલી બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 30,000/- હતી.
પોલીસે પૂછપરછ હાથ ધરતા ચાલકે પોતાનું નામ જેનિશભાઈ ધર્મેશભાઈ ઢોડીયાપટેલ (ઉ.વ.21) જણાવ્યું હતું. તેને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવાનું પૂછતાં આ જથ્થો હર્ષભાઈ ઢોડીયાપટેલ પાસે લઈ ભાવેશભાઈ રાઠોડ (રહે.સિસોદરા) ને આપવા જણાવેલ. જેથી પકડાયેલ યુવકને પોલીસ સ્ટેશને લઈ જઈ કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી દારૂનાં રૂપિયા 30,000/- તેમજ મોબાઈલ અને ઈકો ગાડીની કિંમત રૂપિયાય ૩ લાખ આમ કુલ મળી રૂપિયા 3,35,000/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500