Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરા ચાર રસ્તા બ્રિજ નજીકથી ચોરીની બાઈક સાથે 1 ઈસમ ઝડપાયો, 1 વોન્ટેડ

  • June 25, 2021 

સુરત જિલ્લા એસઓજી પોલીસે કડોદરા ચાર રસ્તા બ્રિજ નજીકથી ચોરીની બાઇક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હત જયારે પોલીસે 35 હજારની બાઇક કબ્જે કરી એક ઈસમને વોન્ડેટ જાહેર કર્યો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે, કડોદરા ચાર રસ્તા બ્રિજ નીચે એક ઈસમ ચોરીની બાઇક સાથે ઉભેલ છે. જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાતમી મુજબના ઈસમને સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર જીજે/19/એએન/5340 સાથે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ દરમિયાન તેને પોતાનું નામ રાજૂ ઉર્ફે કાળિયો સાહિદ શેખ (રહે.કામરેજ,ગુરુકૃપા સોસાયટી,) હોવાનું જણાવ્યુ હતું અને તેને આ ચોરીની બાઇક મોહમદઉજાલે મોહમદઅકીલ અન્સારી (રહે.વરેલી,તા.પલસાણા) પાસેથી 5 હજાર રૂપિયામાં ખરીદી હતી પોલીસે 35 હજારની કિંમતની બાઇક કબ્જે કરી મોહમદ અન્સારીને વોન્ડેટ જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application