સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં નાંદીડા ગામની સીમમાં સ્મશાનભૂમિ નજીકથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 1 વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. જયારે 2 વ્યક્તિઓ આ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા હતા. તે દરમિયાન બારડોલી પોલીસે રેડ કરી 1 વ્યક્તિને ઝડપી પાડી 1 લાખથી વધુનો જથ્થો ઝડપી પાડી 2 વ્યક્તિને વોન્ડેટ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી પોલીસ સ્ટાફના માણસો બારડોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, નાંદીડા ગામની સીમમાં મરઘાં ફાર્મની પાછળ આવેલ સ્મશાન ભૂમિ નજીક ઝાડી ઝાખરામાં 2 વ્યક્તિઓ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને તેઓ આ વિદેશી દારૂ સગેવગે કરી રહ્યા છે. જે બાતમીના આધારે બારડોલી પોલીસની ટીમે ઘટના સ્થળે રેડ કરી વિદેશી દારૂની કુલ 1488 નંગ બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1,00,800/-ના જથ્થા સાથે નાશીર રસુલખાન પઠાણ (રહે.બારડોલી)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસની રેડ જોઈ અશ્વિન ઉર્ફે તોલીયો ગણપતભાઈ રાઠોડ (રહે.નાંદીડા,ડુંગરી ફળિયું) ભાગી જતાં પોલીસે તેને વોન્ડેટ જાહેર કર્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો રતન મારવાડી (રહે.ઉદવાડા) નાએ પૂરો પાડ્યો હતો પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500