સુરત શહેરના સુરમહિધરપુરા હિરાબજાર લિંબુ શેરી ચાર રસ્તા પાસેથી મોડી સાંજે પોલીસે મોબાઈલમાં ઓનલાઈન ડાયનામીક્સ એક્ષચેન્જ ડોટ કોમ નામની એપ્લીકેશન મારફતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપી રોકડા 13,200/- અને મોબાઈલ મળી કુલ રૂપિયા 28 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સર્વલન્સ સ્ટાફના માણસો સાંજે પેટ્રોલીંગમાં હતા. તે સમયે મળેલ બાતમીના આધારે, સાંજે સાતેક વાગ્યે હિરાબજાર લિંબુ શેરી ચાર રસ્તા પાસેથી હિરા દલાલીનું કામ કરતા ધર્મેશ ઠાકરશી છેરા (ઉ.વ.57) ને ઝડપી પાડી તેનો મોબાઈલ ચેક કરતા ક્રીસબર્ગ અને ક્રિકેટ એક્ષચેન્જ નામની એપ્લીકેશનમાં લાઈવ સ્કોર જોઈ ડાયનામીક્સ એક્ષચેન્જ ડોટ કોમ નામની આઈડી ઉપર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાડી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરી હતી. પોલીસે ધર્મેશ પાસેથી રોકડા રૂપિયા 13,200/- અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 28,200/- નો મુદ્દામાલ કબ્જે કરી તેની કરેલી કબુલાતને આધારે રાજુ પટેલ નામના બુકીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500