Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મગજની બિમારીથી કટાંળીને શિક્ષિકાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

  • July 09, 2023 

સગરામપુરામાં મગજની બિમારીથી કટાંળીને નાનપુરાની શાળાની શિક્ષિકાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. તે અગાઉ નાનપુરા જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલયમાં  ફરજ બજાવતા હતા.સ્યુસાઇડ નોટમાં તેમણે બિમારી અસહ્ય બની ગયાનો ઉલ્લેખ કરીને આપઘાત માટે પોતાને જ જવાબદાર ગણાવ્યા છે.


નવી સિવિલથી મળેલી વિગત મુજબ સગરામપુરામાં દેના જ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા ૫૩ વર્ષીય હેમલતાબેન ચંન્દ્રકાંન્ત રાણા ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.હેમલતાબેનના પરિવારના સભ્યોએ કહ્યુ કે હેમલતાબેન છેલ્લા ૧૫ વર્ષથી મગજની બિમારીથી પીડાતા હતા. જેનાથી કટાંળી જઇને તેમણે આ પગલુ ભર્યુ હતુ. તે અગાઉ નાનપુરાની જીવન ભારતી પ્રવૃતિ વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તેમણે પી.એચ.ડી પણ કર્યુ હતુ. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ ફોટોગ્રાફીનું કામ કરે છે. આ અંગે અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે.


હેમલતાબેને સ્યુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે મને ટ્રાયજેનીનલ ન્યુરાલપ્રયાનો પ્રોબ્લેમ લગભગ પંદર વર્ષથી સતાવે છે. ઘણા ઓપરેશન ઘણી દવા કરી પરંતુ કોઇ ફરક પડતો નથી. અત્યારે નસના દબાણની તીવ્રતા એટલી બધી વધી ગઇ છે તેથી હું મોતને વ્હાલું કરું છું. જેને માટે મારા કુંટુબના કોઇ પણ સભ્ય જવાબદાર નથી. શંસાક તુ બેટા. તુ ખુબજ ભણજે માસ્ટર ડિગ્રી  મેળવીને સારુ ઉચાઇને સમાજના ઉત્કર્ષ માટે કામ કરજે અને દીકરી શિવાની તું  પણ એક ડોકટર છે. જયારે સારુ હુ માય ત્યારે અસહાય લોકોની ખાસ મદદ કરજે. મેં જીવનમાં  સ્વપ્ન સેવ્યુ હતું. કે આપણે બધા સાથે મળી જીવનનો ભરપુર આનંદ માણીએ પણ મારા નસીબમાં એ નથી અને મારા હસબન્ડ તો મારી એટલી બધી સેવા કરી તે ખરેખર એ માટે દિલથી તમારો ખુબ ખુબ આભાર. હેવે તમે એકલા પડી જશો, તો યોગ્ય લાગે સારુ પાત્ર જોઇ કરી મેરેજ કરી લેશો અને મારાથી જે કાંઇ ભુલો થઇ અને માટે સાચા દિલથી માફી માંગુ છું. તેમજ સ્વજનોને પણ કાંઇ દુઃખ પહોચ્યુ હોય તો એ માટે હુ  માફી માંગુ છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application