નર્મદા જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જિલ્લા રમત સંકુલ, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નર્મદા જિલ્લાના તમામ તાલુકાના યોગ રસિકોએ ભાગ લીધો હતો. જિલ્લા યોગ કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોગાસન સ્પર્ધામાં વિજેતા બનેલા યોગ રમતવીરો હવે ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ઝોન કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનેલા યોગ રમતવીરોને રાજ્ય યોગ બોર્ડ દ્વારા અલગ-અલગ કેટેગરીમાં કુલ ૨૪ વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ ભાગ લેનારા તમામ યોગ રમતવીરોને ડિજિટલ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના તમામ તાલુકા યોગ કોચ, યોગ શિક્ષક અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500