Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળના મોટી પારડી ગામના સરપંચ બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય ગેરલાયક ઠેરવવા રજૂઆત

  • June 15, 2021 

માંગરોળ તાલુકાના મોટી પારડી ગામ ના સરપંચ બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય માંગરોળ તાલુકા વિકાસ અધિકારીએ રજૂઆતના સંદર્ભે ખરાઈ કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી સરપંચને ગેરલાયક ઠેરવવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હોવાનું જાણવા મળે છે.

 

 

 

 

પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળ તાલુકા ના મોટી પારડી ગામ ના સરપંચ કિરપાલ રામુભાઈ વસાવા વિરુદ્ધ એવો બે કરતા વધુ બાળકો ધરાવતા હોવાનું ગામના જ નાગરિક ગિરિરાજ સિંહ એમ પરમારે ગામ પંચાયતના તલાટી કમ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી તલાટી કમ મંત્રીના પત્ર બાદ તેઓએ તાલુકા વિકાસ અધિકારી માંગરોળ ને ફરિયાદ સંદર્ભમાં જણાવતા તે અંગેનું તાલુકા વિકાસ અધિકારીએ ખરાઈ કર્યા બાદ મોટી પારડી માંગરોળના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ (30) હેઠળ ગેરલાયક ઠેરવવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરતો જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application