ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે એસ્પિરેશનલ બ્લોક સુબિર સ્થિત તાલુકા સેવા સદન ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નવી શાખાનો શુભારંભ કરાવ્યો હતો. ડાંગ જિલ્લાના એસ્પિરેશનલ સુબિર તાલુકાના છેવાડાના લોકોને ઘર આંગણે બેંકિંગ સેવા મળી રહે તેવી લોક માંગ તેમજ જન હિત અર્થે, જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના પ્રયાસોથી સુબિરમા નવિન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો પ્રારંભ થવા પામ્યો છે.
એસ્પિરેશનલ બ્લોક સુબિરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ નવીન શાખા, સ્થાનિક લોકોને આધુનિક બેંકિંગ સુવિધાઓ પુરી પાડી દેશના અર્થતંત્રના વિકાસમા મહત્વપૂર્ણ યોગદાન આપશે, તેમ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ. સુબિર ખાતે શરૂ થયેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા તેના ગ્રાહકોને ઝડપી અને અસરકારક બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે સજ્જ છે. આ બેંક ડિજિટલ બેંકિંગ, લોન સુવિધાઓ તેમજ અન્ય વિવિધ સુવિધાઓ દ્વારા સુબિર વિસ્તારના લોકોને વધુ સહાયતા મેળવવામા મદદરૂપ થશે, તેમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-સુબિર શાખાના મેનેજર શ્રી શશિ ભુષણે જણાવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500