Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાની વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળે સરપ્રાઈઝ ચેકિંગ કરાઈ

  • May 28, 2024 

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બારે માસ પ્રવાસીઓનો કલરવ જોવા મળી રહે છે. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના મનોરંજન માટે અસંખ્ય એડવેન્ચર એક્ટિવિટીઓ ચાલી રહી છે. થોડા સમય પૂર્વે તક્ષશિલા કાંડ, બાદમાં મોરબીની બ્રિજ ઘટના અને વડોદરાની હરણી લેક ઘટના સૌ કોઈનાં મન હચમચાવી ચૂકી હતી. તેવામાં રાજકોટ ખાતે ગેમઝોનમાં આગ લાગતા 27થી વધુ વ્યક્તિઓ આગમાં ભડથું થઈ જવા પામ્યા હતા.


જેના પગલે આખુ ગુજરાત રાજ્ય શોકમગ્ન બન્યું છે. રાજકોટમાં બનેલ દુર્ઘટનાનાં પગલે રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડ તથા નાયબ મામલતદાર પી.વી.પરમાર દ્વારા પેરાગ્લાયડીંગ, બોટિંગ, એડવેન્ચર પાર્ક સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળોએ સરપ્રાઈઝ મુલાકાત ગોઠવી ચેકીંગ હાથ ધર્યું હતું. સાપુતારા ચીફ ઓફિસર મેહુલ ભરવાડ તથા નાયબ મામલતદાર પી.વી.પરમાર દ્વારા સાપુતારા ખાતે ચાલતી એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળે ઈક્યુપમેન્ટ સહિત વિવિધ સાધનોની ચેકીંગ હાથ ધરી સંચાલકોને નીતિ નિયમો મુજબ સરકારની ગાઈડલાઈનની સુચનાઓનું પાલન કરવા કડક સૂચનાઓ આપી હતી. સાથે પ્રવાસીઓની સેફટી બાબતે કોઈ કમી ધ્યાનમાં આવશે તો તેઓ સામે કડક પગલા ભરવાની ચીમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application