રેલવેની મુસાફરી કરનાર મુસાફરો એકવાર રેલવેની ચેતવણી જરૂરથી વાંચી લેજો. જો તમે મુસાફરી દરમિયાન વધુ સામાન લઈને જઇ રહ્યાં છો તો તમને મોંધી પડી શકે છે રેલવે મુસાફરી. રેલવેએ ટ્વીટ કરીને ચેતવણી આપી છે કે, વધુ સામાનના કિસ્સામાં પાર્સલ ઓફિસમાંથી સામાન બુક કરાવો. આ માટે મુસાફરોને લગેજમાં સામાન બુક કરીને લઈ જવાની સલાહ આપવામાં આવી છે.
જોકે દેશમાં લાંબા અંતરની મુસાફરી માટે રેલ્વે હંમેશા લોકોની પસંદગી રહી છે, કારણ કે મુસાફરો ફ્લાઇટ કરતાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન વધુ સામાન સાથે મુસાફરી કરી શકે છે જયારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન લઈ જવાની મર્યાદા છે, પરંતુ તેમ છતાં ઘણા મુસાફરો ટ્રેનમાં વધુ પડતા સામાન સાથે મુસાફરી કરતા રહે છે, જેના કારણે અન્ય મુસાફરોને અસુવિધા થતી હોય છે, જેથી રેલવેએ આવા મુસાફરો માટે લગેજ બુક કરાવવાની સલાહ આપી છે.
રેલવે મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું છે કે,” મુસાફરી દરમિયાન વધુ સામાન સાથે મુસાફરી ન કરો. જો યાત્રિ પાસે સામાન વધુ હશે તો મુસાફરીની મજા અડધી થઈ જશે અને વધુ સામાન લઈને ટ્રેનમાં મુસાફરી કરશો નહીં. વધારે સામાનના કિસ્સામાં, પાર્સલ ઓફિસમાં જઇને લગેજ બુક કરાવો.
રેલવેનાં નિયમો અનુસાર આ નિયમો મુસાફરે પાળવાના રહેશે
મુસાફરો ટ્રેનની મુસાફરી દરમિયાન માત્ર 40 થી 70 કિલોનો સામાન જ લઈ જઈ શકે
જો કોઇ વ્યક્તિ 40 થી 70 કિલોથી વધુનો સામાન સાથે લઇ જશે, તો તેને અલગથી ભાડું ચૂકવવાનુ રહેશે.
સ્લીપર ક્લાસમાં મુસાફરો 40 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે.
AC ટૂ ટીયર સુધી 50 કિલો સાથે લઇ જવાની છુટ છે
જો લગેજ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો રેલવે મુસાફરો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. આ સાથે સ્ટોપ, ગેસ સિલેન્ડર, કોઇ પ્રકારનું જ્વલનશીલ કેમિકલ, ફટાકડા, એસિડ, દુર્ગંધયુક્ત વસ્તુઓ, ચામડું અથવા ભીનું ચામડું, તેલ, ગ્રીસ, ઘી, પેકેજમાં લાવવામાં આવેલી વસ્તુઓ જેના તુટવાથી કોઇ યાત્રીને નુકશાન પહોંચી શકે છે. રેલવે યાત્રા દ્વારા આ બદી વસ્તુઓ સાથે લઇ જવી અપરાધ છે. જો આમાથી કોઇ પણ વસ્તુ યાત્રીની પાસેથી મળે ચે તો કલમ 164 તહત કાર્યવાહી થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં રેલવે દ્વારા પાર્સલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના કારણે યાત્રી સામાનનુ ભાડુ ભરીને કોઇ સમસ્યા વગર યાત્રાનો આનંદ ઉઠાવી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500