Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લ્યો બોલો... ઉત્સવપ્રિય સરકારના શાસન માં કલેક્ટર કચેરીમાં મોટાભાગના ટેબલો પર જામેલી ધૂળ : સુરત જિલ્લા કલેકટર કચેરીમાં ૫૪ ટકા જગ્યાઓ ખાલી

  • August 13, 2021 

સરકારી કચેરીઓમાં મંજૂર થયેલા મહેકમની સામે વખતોવખત ભરતી નહીં કરાતા અનેક સરકારી કચેરીઓના ટેબલો પર ધૂળ જામી જવા પામી છે ત્યારે ગુજરાતનાં આર્થિક પાટનગર મનાતા સુરત માં જિલ્લા પંચાયત હોય કે કલેકટર કચેરી હોય સરકાર દ્વારા નિવૃત થતા કર્મચારીઓની સામે જરૂરિયાત મુજબ નવી ભરતી કરવામાં આવતી નથી જેની અસર વહીવટ અને વિકાસના કામો ઉપર જોવા મળી રહી છે દિનપ્રતિદિન વધતા જતા કામના ભારણ સામે સરકાર માત્ર આઉટસોર્સ કર્મચારીઓથી ગાડું ગબડાવે છે જેને લઇને સમગ્ર ચિત્ર કર્મચારીઓ વિના ચિંતાનો વિષય સાબિત થાય તેમ છે કલેકટર કચેરીમાં રાજ્ય સરકારના મંજૂર ૯૧૫ જગ્યાના મહેકમ સામે ૫૦૧ જગ્યાઓ ખાલી પડી છે અને ૫૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી હોવાને પગલે તેની સીધી અસર વહીવટી તેમજ વિકાસ ઉપર પડી રહી છે.

 

 

 

 

 

 

ઉપરોક્ત વિષયના સંદર્ભમાં સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં જિલ્લા કલેકટર કચેરીમાં સંવર્ગ-૧ માં કુલ ૨૬ જગ્યાઓ પૈકી માત્ર ૧૬ જગ્યાઓ પર જ અધિકારીઓની જગ્યા ભરાયેલી છે જ્યારે સંવર્ગ- ૧ ના જિલ્લા પુરવઠા અધિકારી સહિત ની મહત્વની ૧૦ જગ્યાઓ ખાલી પડી છે અને ઇન્ચાર્જ ના નામે અન્ય અધિકારીને હવાલો આપી રગસીયુ ગાડુ હંકારવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

આ શિવાય સંવર્ગ-૨ માં કુલ ૪૦ જગ્યાઓ પૈકી માત્ર ૧૬ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. વર્ગ-૨માં કર્મચારીઓની હાલત તો અત્યંત કફોડી હોવાનું જાણવા મળે છે આ સંવર્ગમાં ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવાનું કારણે કર્મચારીઓના માથે કામનું ભારણ રહે છે. અને અરજદારોના કામો પણ સમયસર થતા નથી જ્યારે સંવર્ગ-૩ માં ૩૦૩ કર્મચારીઓ નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં માત્ર ૧૮૩ કર્મચારીઓનો મહેકમ ભરાયેલું છે અને ૪૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે આ હિસાબે જ સંવર્ગ-૩ માં ક્લાર્ક અને ટાઈપીસ્ટ સહિતની કુલ ૨૬૭ જગ્યાઓ પૈકી માત્ર ૧૧૮ જગ્યાઓ નું મહેકમમાં ભરવામાં આવેલું છે .

 

 

 

 

 

આ ઉપરાંત સમર્ગ-૩ માં મહેસુલી તલાટીની કુલ ૧૮૯ જગ્યાઓ પૈકી માત્ર ૬૨ જગ્યા પર હાલમાં મહેકમ ભરાયેલું છે અને આજે પણ ૬૭ ટકા જગ્યાઓ ખાલી છે આ સિવાય સંવર્ગ-૩ માં ડ્રાઈવર માં નવ જગ્યા સામે રોકડી માત્ર એક સમ ખાવા પૂરતી જગ્યા ભરાયેલી છે જ્યારે પટાવાળાની ૮૧ જગ્યાઓમાં માત્ર ૧૮ જગ્યા પર જ ભરતી થયેલી છે અત્રે નોંધનીય છે કે "જિલ્લા પંચાયત એટલે વિકાસ અને કલેકટર કચેરી એટલે વહીવટ," સમગ્ર જિલ્લા નો વિકાસ અને વહીવટ નો મુખ્ય આધાર આ બંને કચેરીઓ પર રહેતો હોય છે જિલ્લા પંચાયતમાં પણ મોટાભાગનું મહેકમ ખાલી છે એવી જ રીતે કલેકટર કચેરીની પણ એવી જ હાલત છે.

 

 

 

 

 

ઉત્સવ ઉજવણી માં મસ્ત સરકાર નાં શાસનમાં આ બંને હાર્દ સમી કચેરીઓમાં સરકાર દ્વારા નિવૃત થતા અધિકારીઓ કર્મચારીઓ ની સામે મહેકમ ન ભરાતા જિલ્લાના વહીવટ અને વિકાસ ને પ્રતિકૂળ અસર થવા પામી છે. બીજી તરફ રાજ્ય સરકાર કાયમી કર્મચારીઓની ભરતી કરવાને બદલે આઉટ સોર્સીસ થી ગાડું ગબડાવે રાખે છે. અને આ આઉટ સોસીસ કર્મચારીઓ ની ભરતી માટે પોતાના માનીતાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જેથી દિવસેને દિવસે રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ની ટકાવારી માં પણ વધારો નોંધાઈ રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application