Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાઉથનાં સુપર સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર’ રિલીઝ પહેલા રૂપિયા 800 કરોડની કમાણી કરી લીધી

  • July 24, 2023 

પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલારે’ રિલીઝ પહેલા જ રૂપિયા 800 કરોડની કમાણી કરી લીધી હોવાનું કહેવાય છે. ‘સલાર’નું ટીઝર રિલીઝ થયા પછી તેને મળેલા વ્યુસના આધારે આ ફિલ્મ બોક્સ ઓફિસ રેકોર્ડ તોડશે તેવી આશા બંધાતા જ ફીલ્મે પ્રી-રિલીઝ કમાણી કરી લીધી છે. પ્રભાસની સાલાર ફિલ્મે રિલીઝ પહેલા જ તેના  ડિજિટલ રાઇટસ, થિયરેટિકલ રાઇટસ અને મ્યુઝિક રાઇટસ વેંચીને તગડી કમાણી કરી છે. ઓવરસીઝ રાઇટસ માટે જ 80 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે ભારતમાં રિલીઝ કરવાના રાઇટસ માટે સલાર ફિલ્મને રૂપિયા 500 કરોડની કમાણી થઇ જવાની છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફિલ્મે આંધ્રપ્રદેશ અને તેલાંગનામાંથી રૂપિયા 200 કરોડની કમાણી કરી લીધી છે. ‘સલાર’નાં ડિજિટલ રાઇટસ 200 કરોડ રૂપિયામાં વેંચાયા છે. પ્રભાસની સલાર ફિલ્મ 28 સપ્ટેમ્બર, 2023નાં રોજ રિલીઝ થવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News