મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ખડકા ચીખલી ગામની સીમમાં ચોરવાડ કનાળા તરફ જતાં ત્રણ રસ્તા પાસે પીઅકપ ટેમ્પોએ બાઈકને અડફેટે લેતાં એકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું, જયારે 8 વર્ષીય બાળક ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં બોરકુવા ગામનાં નવાપાડા આશ્રમ ફળિયામાં રહેતો નિલેશભાઈ ગનીયાભાઈ ગામીત નાઓ પોતાના કબ્જાનો પીકઅપ ટેમ્પો નંબર GJ/26/T/2809ને લઈ ખડકા-ચીખલી ગામની સીમમાં ચોરવાડ કનાળા તરફ જતાં ત્રણ રસ્તા પાસેથી પસાર થતાં હતા.
તે સમયે મયુરભાઈ જીતુભાઈ ગામીત (રહે.ધનમૌલી ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)નાંઓ બાઈક નંબર GJ/26/AC/3287ને લઈ ગુવારશીંગના પાકને વ્યારા માર્કેટમાં વેચવા જતાં હતા. તે દરમિયાન નિલેશભાઈના પીકઅપ ટેમ્પોએ મયુરભાઈની બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં મયુરભાઈ નાને માથાના જમણી બાજુનાં ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું, જયારે આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર 8 વર્ષીય અભિષેક નગીનભાઈ ગામીતને માથાના પાછળનાં ભાગે ઈજાઓ પહોચતા ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે મેજુલભાઈ ગામીત નાએ તારીખ 29/11/2023નાં રોજ પીકઅપ ચાલક નિલેશ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500