વ્યારાના મીરપુર પાટીયા પાસે કારે રોંગ સાઈડે આવીને બાઈક સાથે કરેલા અકસ્માતમાં ત્રણ યુવાનોને ઈજા થવાનો કેસ વ્યારા કોર્ટમાં ચાલી જતા કાર ચાલક આરોપીને સજા ફરમાવતો હુકમ કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં મીરપુર ગામનાં પાટીયા પાસે કાર નંબર જીજે/૨૬/એ/૫૪૮૫ના ચાલકે બાઈક નંબર જીજે/૨૬/બી/૬૫૨૭ને ટક્કર મારી હતી.
આ બાઈક પર બેસીને કોલેજ જતા ત્રણ વિદ્યાર્થીઓ સ્નેહલભાઈ અજીતભાઈ ભોયે, મિનેષભાઈ રામચંદ્ર કોંકણી અને દેવેન્દ્રભાઈ કુમાસીંગ ભોયેને ઈજા થઈ હતી. જોકે કાર ચાલક ગમનભાઈ ગામીત (ઉ.વ.૬૨., રહે.હનુમંતીયા, તા.સોનગઢ) સામે ઇજાગ્રસ્ત દેવેન્દ્ર ભોયેએ ફરિયાદ કરી હતી. જે કેસ વ્યારાની કોર્ટમાં ચાલી જતા આરોપીને કોર્ટે તકસીરવાર ઠરાવી જયુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપીને વિવિધ ગુનામાં ત્રણ માસ અને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ ચીફ.જયુ.મેજીસ્ટ્રેટ જીગ્નેશ પટેલે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500