સોનગઢના માંડળ ટોલનાકા પાસેથી ગેરકાયદેસર રીતે ખીચોખીચ ભેંસો ભરી લઈ જતી ટ્રક અને આઈશર ટેમ્પોને પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સોનગઢના માંડળ ગામના ટોલનાકા પાસેથી આજરોજ સવારે જુદાજુદા વાહનોમાં ભેંસો ભરી લઈ જતા એક આઈશર ટેમ્પો અને એક ટ્રક સાથે 2 કસુરવારોને ઝડપી પાડી 3 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.તપાસ દરમિયાન ટ્રક નંબર જીજે/26/ટી/8692 માંથી ભેંસો નંગ 12 અને આઈશર ટેમ્પો નંબર જીજે/26/19/8692 માંથી ભેંસો નંગ 10 મળી બંને વાહનોમાંથી કુલ 22 ભેંસોને વાહનોમાં ખીચોખીચ અને ટુકી દોરી વડે બાંધી પશુઓ માટે ઘાસ ચારો કે પાણીની સગવડ વિના,કોઇપણ વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગુજરાત માંથી મહારાષ્ટ્ર રાજ્યમાં લઈ જવાઈ રહ્યા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામભાઈની ફરિયાદના આધારે કુલ ભેંસો નંગ 22 જેની કિંમત રૂપિયા 3,96,000/- તથા આઈશર ટેમ્પોની કિંમત રૂપિયા 9 લાખ તથા ટ્રકની કિંમત રૂપિયા 12 લાખ મળી કુલ રૂપિયા 24.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા બંને આરોપીઓ સહિત કુલ 5 કસુરવારો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓ..
ટેમ્પોનો ચાલક (1) અલ્લાબચાચા ખાન રાયગન ખાન અને (2) ટ્રકનો ચાલક બિલાલ કમરૂદ્દીન પઠાન બંને હાલ રહે,નાની નરોલી,લીમડા ફળિયું,મુસ્તાક ઇદલખાન પઠાનના ભેંસના તબેલામાં તા.માંગરોળ જી.સુરત મૂળ રહે,દેરાસર ગામ,બોર્ડર રોડ,રામસર-બાડમેર (રાજસ્થાન)
વોન્ટેડ આરોપીઓ
(1) અજીમ સુંદરલાલ કુરેશી રહે,જહાંગીરપુરા,પોલીસ ચોકીની બાજુમાં,સુરત (2) મુજ્જમિલ ઇકલાલ અન્સારી રહે, સપનાનગર સોસાયટી,કીમ ચોકડી પાસે,તા.માંગરોળ જી.સુરત (3) મુસ્તાક ઇદલખાન પઠાન રહે, નાની નરોલી તા.માંગરોળ જી.સુરત
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500