Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : એકટીવા ગાડીમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

  • July 21, 2021 

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે મંગળવારે સોનગઢના નવા આરટીઓ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ઉચ્છલ તરફથી આવતી એક એકટીવા મોપેડ ગાડી નંબર જીજે/05/એસઈ/8446 ને અટકાવી ગાડીના ચાલકની પૂછ પરછ કરતા તેણે પોતાનું નામ રાહુલભાઈ રાજેન્દ્રભાઈ પાટીલ રહે, ઘર નંબર-47,ગૌરી નગર, હિન્દી સ્કુલની સામે પાંડેસરા-સુરત મૂળ રહે, પારોડા ગામ તા.પારોડા જી.જલગાંવ-મહારાષ્ટ્ર નાનો હોવાનું જણાવ્યું હતું.

 

 

 

 

 કુલ રૂપિયા 39,110/- નો મુદ્દામાલ કબજે કરી સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો

એલસીબીએ એકટીવા ગાડીમાં તપાસ કરતા ગાડીમાં બનેલ ચોર ખાનામાંથી ઈંગ્લીશદારૂ કુલ બાટલીઓ નંગ 109 જેની કિંમત રૂપિયા 4,110/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બનાવમાં એકટીવા ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો રાહુલ પાટીલ પાસેથી 5 હજારનો એક મોબાઈલ ફોન, રૂ.4,110/-નો દારૂ તેમજ 30 હજારની ગાડી મળી કુલ રૂપિયા 39,110/- નો મુદ્દામાલ કબજે કરી સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application