Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈની કેલ્સ હોટલ પાસે પુરઝડપે બાઈક હંકારી લઈ આવતા બાઈક ચાલક સામે કાર્યવાહી

  • May 06, 2021 

સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવેલ કેલ્સ હોટલ પાસેથી પુર ઝડપે બાઈક હંકારી લઈ આવતા શેરુલા ગામના એક બાઈક ચાલકને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવેલ કેલ્સ હોટલ પાસે વાહનચેકિંગમાં હતા તે દરમિયાન એક બાઈક નંબર જીજે/26/એસી/1391 નો ચાલક હરીશભાઈ કુવરજીભાઈ ગામીત રહે, બાવલી ફળિયું, સેરૂલા ગામ તા.સોનગઢ નાનો રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોની તેમજ પોતાની જાન જોખમાય તે રીતે પોતાની કબજાની બાઈક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવતા પોલીસ ચેકિંગમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બાઈક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application