Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ભીમપુરા ગામ પાસેથી ગફલત રીતે બાઈક ચલાવતા ગુણસદાનો યુવક ઝડપાયો

  • January 09, 2021 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગમાં હતા તે દરમિયાન સોનગઢ-ઉકાઈ રોડ પર આવતું ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસેથી ઉકાઈ-સોનગઢ રોડ ઉપરથી એક હીરી કમ્પની ની પેશન પ્રો,મોટર સાયકલ નંબર જીજે/26/એચ/1498 નો ચાલક દીપેશ ગુલસીંગભાઈ ગામીત (ઉ.વ.25) રહે, નિશાળ ફળિયું, ગુણસદા ગામ તા.સોનગઢ નાનો રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોની જાનજોખમાય તે રીતે પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની કબજાની બાઈક હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ધનસુખભાઈ ની ફરિયાદની આધારે બાઈક ચાલક વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application