સોનગઢના દશેરા કોલોની રોડ પર આવેલ સરકારી કોલેજની સામે સોનાનગર સોસાયટીના યુવાઓ દ્વારા 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના વિસ્તારમાં 80 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
80 જેટલા વૃક્ષારોપણ કાર્ય પછી તેમનું જતન કરવાની જવાબદારી સ્વીકારી હતી.
સામાન્ય રીતે દર ચોમાસામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ એ લોકો છોડને જતન કરવાનું ભૂલી જાય છે, જેના કારણે વૃક્ષારોપણનું હેતુ સિદ્ધ થતું નથી આવી સ્થિતિમાં સોનાનગર સોસાયટીના યુવાઓએ વડ,પીપળો,લીમડો,આમળો, ગરમાળો,શીમળો અને કરંજ સહિતના 80 જેટલા વૃક્ષારોપણ કાર્ય પછી તેમનું જતન કરવાની જવાબદારી સ્વીકારી હતી.(ફોટો-યુવરાજ પ્રજાપતિ,સોનગઢ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500