Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસના દરોડા : ઘરમાંથી 24 હજારનો ઈંગ્લીશદારૂ સાથે એક પકડાયો, બે વોન્ટેડ

  • July 21, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસને મળેલ બાતમીના આધારે મંગળવારે મોડીસાંજે સોનગઢના રમણીય પાર્ક પાછળ આવેલ ભુંગળા ફળીયા વિસ્તારમાં રહેતો યોગેશભાઈ દેવલભાઈ ગામીતના ઘરમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન ઘરમાં બે મીણીયાના થેલા તથા વિમલના થેલામાંથી જુદીજુદી બ્રાંડની ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ 480 જેની કીમત રૂપિયા 24 હજારનો પ્રોહી મુદ્દામાલ સાથે યોગેશ ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

સિકંદર ગામીત અને રોનક ઉર્ફે ટોટો  વોન્ટેડ જાહેર કરાયા 

પોલીસની તપાસમાં સિકંદર ઉર્ફે સુકનજી શાંતુભાઈ ગામીત રહે, શિવાજીનગર-સોનગઢ નાનો અને રોનક રોનક ઉર્ફે ટોટો વિજય ગામીત રહે, જમાદાર ફળિયું-સોનગઢ નાઓએ નંબર વગરની એક્સીસ ટુ વ્હીલર ઉપર દારૂનો મુદ્દામાલ મૂકીલાવી આપી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

 

 

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ અનીલકુમારની ફરિયાદના આધારે 24 હજારનો ઈંગ્લીશદારૂ કબજે કરી પોલીસ રેઇડમાં પકડાયેલો આરોપી યોગેશ ગામીત અને દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર સિકંદર અને રોનક ઉર્ફે ટોટો  વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application