Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસના દારૂના અડ્ડા પર દરોડા, પીધ્ધડો સામે પણ કાર્યવાહી

  • July 31, 2021 

સોનગઢ પોલીસે શુક્રવારે પેટ્રોલિંગ દરમિયાન નશો કરી લથડીયા ખાતા અને બાઈક હંકારતા ઈસમો તેમજ દેશીદારૂના અડ્ડા પર દરોડા પાડી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢની નગરપાલિકા પાસેથી કોઈ કેફી પીણાનો નશો કરી જાહેરમાં લથડીયા ખાતા નરેન્દ્રભાઈ છગનભાઈ વાઘ રહે, જુનાગામ,પીપળ ફળિયું-સોનગઢ નાને ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

મેઢાગામના નિશાળ ફળીયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે શંકરભાઈ ચેમાભાઈ ગામીત નામના ઈસમને પોલીસની રેઇડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

ઘાસિયામેઢા ગામના તનતાડીયા ફળીયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે નરીમનભાઈ મોગિયાભાઈ ચૌધરી નામના ઈસમને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

પરોઠા હાઉસ પાસેથી એક બાઈક નંબર જીજે/26/પી/4385 ને અટકાવી તપાસ કરતા બાઈકનો ચાલક શૈલેષભાઈ વિનોદભાઈ ગામીત રહે, ઉકાઈ રોડ-વાંકવેલ-સોનગઢ નાનો કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાઈ ગયો હતો. આમ જુદાજુદા બનાવોમાં સોનગઢ પોલીસે નશો કરી લથડીયા ખાતા અને બાઈક હંકારતા ઈસમો તેમજ દેશીદારૂના અડ્ડા પર દરોડા પાડી કસુરવારો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application