તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોમવારે રાત્રે સોનારા પાડા ગામની સીમમાં આવેલ એચપી પેટ્રોલ પંપ પાસે સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે માર્ગ પર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી વાળો અતુલ શક્તિ ટેમ્પો આવતા તેણે રોકી તપાસ કરતા ટેમ્પોમાં ભરવામાં આવેલ શાકભાજીના ખાલી કેરેટોની આડમાં લઇ જવાતો અલગ અલગ બ્રાંડનો ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ ૪૩૨ જેની કિંમત રૂપિયા ૨૧,૬૦૦/- પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.
જયારે આ બનાવમાં એલસીબીએ ટેમ્પો ચાલક મોસીનભાઈ મકસુદભાઈ અંસારી રહે,ઉતારા ફળિયું ચાપલધરા ગામ-વાંસદા મૂળ રહે,સુરખાઇ તા.ચીખલી-નવસારી અને તેની સાથે રોહનભાઈ નરેશભાઈ પટેલ રહે, હરાજી ફળિયું સુરખાઇ ગામ તા.ચીખલી જી.નવસારી નાઓની અટક કરી પૂછ પરછ કરતા નવાપુરથી અજાણ્યા ઇસમ પાસેથી વેચાણ માટે દારૂ ભરી લઇ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે ૨૧,૬૦૦/-નો ઈંગ્લીશ દારૂ, આરોપીઓ પાસેથી મળી આવેલ ૧૦ હજારના ૨ મોબાઈલ ફોન, ૫૦ હજારનો અતુલ શક્તિ ટેમ્પો અને ૩૯ જેટલા શાકભાજીના ખાલી કેરેટ મળી કુલ રૂપિયા ૮૩,૫૫૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500