તાપી જિલ્લા એલસીબી સ્ટાફ બુધવારે સોનગઢ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર તરફથી એક શાકભાજી ભરીને આવતો છોટા હાથી ટેમ્પોમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે હાઇવે પર આવેલ માંડળ ટોલનાકા પાસે વોચ ગોઠવવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો નંબર જીજે/05/એઝેડ/8231 ને આવતા જોઈ તેને અટકાવવા આવ્યો હતો. ત્યારબાદ ટેમ્પામાં તપાસ કરતાં શાકભાજીના 38 કેરેટની નીચે છુપાવી લઈ જવામાં આવતી વિદેશી દારૂની 1270 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1,57,240/-હતી.
આમ,પોલીસે વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 4,62,240/-નો મુદ્દામાલ કબ્જે કરી અંકિત યોગેશ તિવારી (રહે.વરેલી તા.પલસાણા) અને લક્ષ્મણ અમરેશ દાસ (રહે.ગડોદરા, સુરત) ના ઓની અટક કરી હતી. જોકે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂ મહારાષ્ટ્રના પીપળનેર ખાતેથી ભરવામાં આવ્યો હતો અને સરદાર માર્કેટ સુરત લઈ જવાતો હતો જેથી પોલીસે દારૂ ભરાવનાર મનોજ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500