સોનગઢ તાલુકાના ઓટા-સિનોદ રોડ પરથી બાઈક પર વજનદાર લાકડું લઈ પસાર થતાં બે યુવકોની બાઇક સ્લીપ થઈ જતાં એકનું મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડાંગના જામનસોડા ગામે રહેતા રમણભાઇ બાવળાભાઈ માળવી (ઉ.વ.45) પોતાની બાઈક પર ઇશ્વરભાઈ દેવજી ગામીત (રહે.સીનોદગામ, સોનગઢ) નાને બેસાડી રાત્રે 3 વાગ્યાના અરસામાં જંગલમાંથી વજનદાર સાગી લાકડું લઇ આવી રહ્યા હતા.
તે સમયે બાઈક ઓટા ગામની સીમમાં આવેલા ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં આવેલ એક સ્પીડ બ્રેકર પર તેમની બાઈક ઊછળતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને જેથી બાઈક પર મૂકેલ વજનદાર લાકડું બાઈક ચાલક રમણભાઈના માથા પર પડતાં રમણભાઈને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પાછળ બેઠેલા ઇશ્વરભાઈ ગામીતને સામાન્ય ઇજા થઇ હતી. બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application