સોનગઢ તાલુકાના દુમધા ગામના સરપંચ વસંતભાઈ ગામીત અને ચીખલી ભેંસરોટ ગામના સરપચ દાનીયેલભાઈ ગામીતને હોદ્દા પરથી દુર કરવાના ઓર્ડર જીલ્લા વિકળ અધિકારી દ્વારા થયા છે. દુમધા ગામના સરપંચ સામે કામમાં ડુપ્લીકેશન કર્યાના આક્ષેપ છે. દુમધામાં બોર વિથ પાણીની ટાંકી અને આંગણવાડી સંલગ્ન જુના હયાત કામોને રંગેરોગાન કરી નવા બતાવી ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જયારે ચીખલી ભેંસ રોટ સરપંચે તોડી પડાયેલી જૂની જર્જરિત આંગણ વાડીના મકાનના સ્થળે દુષ ડેરીનું મકાન બનાવ્યું હોવાનો આક્ષેપ કરી સસ્પેન્ડ કરાયા છે.
આ પ્રમાણે ટર્મ પૂરી થવાના ગણતરીના મહિના બાકી છે ત્યારે હોદ્દા પરથી દુર કરવાના નિર્ણય સામે બંને સરપંચો બાયો ચઢાવી રાજકીય કિન્નાખોરીથી સસ્પેન્ડ કરવાનો આક્ષેપ લગાવતા વિવાદ ઉભો થયો છે. દુમધાના સરપંચ વસંતભાઈ ગામિતે જણાવ્યું હતું કે, તેમને કામમાં કોઈ ડુપ્લીકેશન કર્યું નથી અને જુના તેમજ નવા બંને કામો સ્થળ પર હયાત છે. સોનગઢના અધિકારી અને એક પદાધિકારી થયેલા કામોમાંથી પૈસાની કટકી માંગતા હતા. તે મેં નહિ આપતા ઉપરી અધિકારીને ખોટા રિપોર્ટ કરી તપાસમાં ગેરમાર્ગે દોરતા અહેવાલો લેવાયો છે. ચીખલી ભેંસરોટના સરપંચો સીધો સંપર્ક થઈ શક્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application