સોનગઢના મલંગદેવ ગામના ખાચ ફળિયાથી મુખ્ય માર્ગને જોડતો લગભગ ત્રણ કિલોમીટરનો રસ્તો 15 વર્ષથી નવો નહિ બનાવતા સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. હવે ટૂંક સમયમાં રસ્તો બનાવવાની કામગીરી શરૂ ન કરવામાં આવે તો ગ્રામજનો સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. મલંગદેવ ગામનું ખાચ ફળિયુ મોટું હોવા છતાં ત્યાંથી ગામના મુખ્ય રસ્તા સુધી અવરજવર કરવા માટેનો ત્રણ કિલોમીટરનો લાંબો રસ્તો છેલ્લા 15 વર્ષથી બનાવવામાં આવ્યો નથી. ફળિયામાં 90 થી 100 ઘરમાં 600 લોકો નિવાસ કરે છે અને આ રસ્તોની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે.
જયારે હાલમાં તો ચોમાસાની ઋતુ ચાલતી હોય રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય પથરાયેલું જોવા મળે છે જેથી અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તે થઈ મલંગદેવ અને સોનગઢ તરફ શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પણ કાદવ કીચડમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે એ સાથે જ ગામના મધ્યમાં દૂધ ડેરી સુધી દૂધ ભરવા જતાં પશુપાલકો માટે આ ખરાબ રસ્તો ઘણી મુશ્કેલી ભોગવી રહી છે. વધુમાં આ વિસ્તારમાં 108 પણ આવી શકતી ન હોય ઘણી વાર દર્દીઓને ઉંચકીને અથવા ખાટલીમાં નાખીને સારવાર અર્થે લઈ જવાની ફરજ પડે છે. ફળિયાના આગેવાનો દ્વારા ગ્રામસભામાં અવારનવાર રજૂઆત કરી છે પરંતુ એનો પણ અમલ કરવામાં આવ્યો નથી જેથી ગામના લોકોએ સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application