Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાંજર ગામ માંથી એકટીવા ગાડી પર દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

  • April 03, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ખાંજર ગામમાં રૂપવાડા તરફ જતા રોડ ઉપરથી એક એકટીવા ગાડી નંબર જીજે/26/એએ/5504 ને ઝડપી પાડી તપાસ કરતા ગાડીના આગળના ભાગે મુકેલ પ્લાસ્ટિકનો એક કોથળા માંથી વિદેશીદારૂ વિસ્કીની બોટલો નંગ-48 જેની કિંમત રૂપિયા 4,800/- નો દારૂના મુદ્દામાલ સાથે ગાડીનો ચાલક રાકેશભાઈ ગુલાબભાઈ ગામીત રહે, મિસ્ત્રી ફળિયું, ટોકરવાગામ તા.સોનગઢ નાને ઝડપી પાડી દારૂ અને ગાડી મળી કુલ રૂપિયા 24,800/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે રાકેશ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application