Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામણકુવા ગામમાંથી દેશીદારૂ બનાવવાના રસાયણ સાથે એક મહિલા ઝડપાઈ

  • February 21, 2021 

સોનગઢના જામણકુવા ગામમાંથી દેશીદારૂ બનાવવાના રસાયણ સાથે એક મહિલા ને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી મોટા બંધરપાડા આઉટ પોસ્ટ વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના જામણકુવા ગામના નદી ફળીયામાં રહેતી શકુબેન મગનભાઈ ગામીત ને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન ઘરની પાછળ ના ભાગે તપાસ કરતા 3 પ્લાસ્ટિક ના કેરબા માં દેશીદારૂ બનાવવા માટે ગોળ-મહુડા નો રસાયણ (વોશ) સાથે શકુબેન ગામીત ને ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ની ફરિયાદના આધારે શકુબેન મગનભાઈ ગામીત વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application