Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : બોલેરો પીકઅપમાંથી શાકભાજીની આડમાં દારૂની 5812 બોટલો મળી આવતા પોલીસે કાર્યવાહી કરી

  • October 25, 2021 

સોનગઢ તાલુકાના બંધારપાડા આઉટ પોસ્ટની ટીમને બાતમી મળી હતી કે, ખાંજરથી ખરસી થઇ શાકભાજી ભરીને વ્યારા તરફ જતી એક બોલેરો પીકઅપમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ જવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે, પોલીસે ગાળકુવા-જુનવાણ માર્ગ પર વોચ રાખતા બાઈક નંબર જીજે/05/એચબી/6986 પર પાયલોટિંગ કરતા બે ઈસમો મળી આવ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રીના 2.15 કલાકે બાતમી પ્રમાણની બોલેરો પીકઅપ નંબર જીજે/19/એક્સ/5870 નજરે પડતા તેને અટકાવી તેમાં તપાસ હાથ ધરતા પીકઅપ વાનમાં ભરવામાં કોબીજના પોટલાના નીચેથી પાસ પરમિટ વિના લઈ જવામાં આવતા વિદેશી દારૂની કુલ 5812 બોટલો મળી આવી હતી.

 

 

 

 

 

વધુમાં સોનગઢ પોલીસે બોલેરો ચાલક અરવિંદ વેચીયા બિલકુલે (રહે.સાકરી) નાની પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો નવાપુરના રાયપુર ગામે રહેતા ભાવિન રંગલા કોંકણીએ નવાપુરના નામચીન બુટલેગર પિન્ટુ ભીમરાવ બડોગેએ ભરાવી આપ્યો હતો અને મહુવા તાલુકાના શેખપુર ગામે રહેતા મહેન્દ્ર કાંતુ પટેલ અને વાંસદાના પાલગભાણ ગામે રહેતા જીતુ રમેશ પટેલને ત્યાં ઉતારવાનો હતો. આમ, સોનગઢ પોલીસે પીકઅપ ગાડી, દારૂનો જથ્થો, 5 નંગ મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપિયા 8,07,100/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application