Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્ર પોલીસે ઉકાઈ માંથી પ્રતિબંધિત ગુટખાની દાણચોરીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી કાર્યવાહી કરી

  • October 26, 2021 

સોનગઢના ઉકાઈથી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રતિબંધિત ગુટકાનું સપ્લાય કરતી વખતે નવાપુર પોલીસે બેડકીપાડા પાસેથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, શનિવારે નવાપુર પોલીસે ગુજરાતથી મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ગુટખાની દાણચોરીના માસ્ટર માઈન્ડ ગજાનન ઉર્ફે નંદુ જગદીશ અગ્રવાલની ઉકાઈમાંથી ધરપકડ કરી હતી. ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ પોલીસ નિરીક્ષક નિલેશ વાળા તેમજ નવાપુર પોલીસ ગુજરાતમાંથી મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગુટખા અને સુગંધિત તંબાકુ તપાસ કરી રહી હતી જેમાં ગત તા.14 ઓક્ટોબરના રોજ નવાપુર પોલીસે બેડકીપાડા ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન 4,24,400/-નો મુદ્દામાલ સાથે નવાપુરના ઇસ્લામપુરાના સોહેલ યુસુફ પઠાણ (ઉ.વ.25) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુટખા અને સુગંધિત તંબાકુ નવાપુરના ગુટખાના વેપારી સોહેબ યુસુફ પઠાણએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. બનાવ અંગે નવાપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગુટખા અને સુગંધિત તંબાકુ મહારાષ્ટ્રમાં સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ગજાનન ઉર્ફે નંદુ જગદીશ અગ્રવાલની ઉકાઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application