સોનગઢ ચેકપોસ્ટ પાસેથી 2 પીકઅપ વાનમાં શાભાજીની આડમાં વિદેશી દારૂ સંતાડીને મહારાષ્ટ્રથી ગુજરાતમાં લઈ જવાતો હોવાની અને તેને એક સ્વીફ્ટ કાર પાયલોટીંગ આપી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે, બુધવારે સવારે પોલીસે સોનગઢ હાઈવે પરના ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી મુજબની એક સ્વીફ્ટ કાર નંબર જીજે/05/સીએસ/8284ને આવતા જોઈ પોલીસે ઈશારો કરતા ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે હંકારી લઈ ભાગી ગયો હતો. જોકે તેની પાછળ બે પીકઅપ વાન આગળ-પાછળ આવતા સરકારી વાહન તથા ખાનગી વાહન રોડ પર ઉભા કરી આડાસ કરી બેટરીના અજવાળેથી ઈશારો કરતા પ્રથમ પીકઅપ વાન નંબર એમએચ/48/બીએમ/0650 અને બીજી પીકઅપ વાન નંબર જીજે/19/એક્સ/9749ને અટકાવી તેમાં તપાસ કરતા શાકભાજીની નીચે વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. જોકે પોલીસને બંને વાહનો માંથી કુલ રૂપિયા 6,31,200/-ની કિંમતના વિદેશી દારૂની 6312 નંગ બોટલો અને ટીન મળી આવ્યા હતા.
આમ, પોલીસે બંને વાહનના ચાલક અને ક્લીનર ભૈયાભાઈ સાહેબરાવ નગરાડે (રહે.નવસારી), અલ્પેશ ધનજી સોલંકી (રહે.કડોદરા) તેમજ અમિત નિલેશ પરમાર (રહે.વાપી)ના ઓની અટક કરી પોલીસે બે પીકઅપ વાન, 3 નંગ મોબઈલ અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 16,41,700/-નો મુદ્દામાલ કબ્જે કરી પાયલોટીંગ કરતી કારમાં ભાગી છુટેલ મનોજ વંશરાજ સિંગ અને મુકેશ વર્મા ઉર્ફે એમ.પી ભાઈ ઉર્ફે મહારાજને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500