Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોડાસાના ડૉક્ટરનો એમબીબીએસ અભ્યાસ કરતા પુત્રનું હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીમાં ડૂબી જતા મોત

  • May 31, 2024 

હિમાચલ પ્રદેશથી ગુજરાતનાં એક પરિવારને એક ખુબજ દુઃખદ સમાચાર મળ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસાના એક ડૉક્ટરનો પુત્ર હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં આવેલા મણીકર્ણ ઘાટી નજીક પાર્વતી નદીમાં મોડાસાનો યુવક ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એમબીબીએસનો અભ્યાસ કરતો સોહમ હિરેનભાઈ શાહ મિત્રો સાથે ફરવા માટે ઉત્તર ભારત ગયો હતો.


જ્યાં શિમલા અને કુલ્લૂમનાલીમાં ફરવા જવા દરમિયાન યુવાને નદીમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે.મોડાસાના ડોક્ટર હિરેન શાહ અને તેમનો પરિવાર પુત્રના મોતના સમાચાર જાણતા જ હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. કુલ્લૂ જિલ્લા પોલીસ વડા કાર્તિકેયને ઘટના અંગેની તપાસની જાણકારી પરિવારજનોને આપી હતી. જાણકારી મુજબ યુવક સોહમ શાહ પાર્વતી નદીના પાણીમાં ડૂબી જતા તેના બચાવ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેને બહાર નિકાળીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કુલ્લૂ જિલ્લા પોલીસ વિભાના જણાવ્યા અનુસાર હવે બાકીના કાયદેસર કાર્યવાહી કર્યા બાદ ડોક્ટર હિરેનશાહને ગુજરાત લઈ જવા માટે તેમના પુત્રનો મતૃદેહ સોંપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application