Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ નિયંત્રણો માંથી મુક્ત કરાયા

  • February 18, 2021 

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા તા.13/03/2020થી ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897 અન્વયે ધી એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020 જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના પગલારૂપે ભારત સરકારશ્રીની તા.30/05/2020ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.30/05/2020ના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટરશ્રી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.06/04/2020ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે.

 

 

 

 

જેના અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારને અગાઉ COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) જાહેર કરવામાં આવેલ હતા. જેમાં વ્યારા તાલુકાના શબરીધામ સોસાયટી નજીક એમ.એમ.કોમ્પલેક્ષનાં કેટલાક ઘરોને કન્ટેન્ટમેન્ટ એરિયા અને આસપાસ/અસરગ્રસ્ત ઘરોને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ હતા.

 

 

 

 

પરંતુ ઉપરોક્ત વિસ્તારમાં મળી આવેલ કોરોના પોઝીટીવ વ્યકિતઓની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે તથા છેલ્લા 14 દિવસના ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં COVID-19નો કોઈ નવો કેસ મળી આવેલ ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-1973 કલમ-144, ઘી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ 1897ની કલમ-2 અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005ની કલમ-30 તથા 34 હેઠળ, અમુક વિસ્તારોને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા બફર એરીયા તરીકે જાહેર કરતો હુકમ વ્યારા તાલુકાના ઉપરોક્ત વિસ્તારમાંથી તા.17/02/2021થી હુકમ અમલમાં રહેશે નહીં. આ અંગે વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામા યથાવત રહેશે, તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application