સોનગઢ તાલુકામાં કારભારી ફળિયુ ચીમેર ગામના વિસ્તારમાં COVID-19ના પોઝીટીવ કેસ નોંધાયો છે. આ વાયરસના સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી હાલાણી દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી આ વિસ્તારોના કેટલાક ઘરોની વસ્તી ને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા તેની આજુબાજુ નજીકના ઘરોની વસ્તીને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
Containment Area તરીકે જાહેર કરાયેલ આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે. Containment Area તરીકે જાહેર કરાયેલ અને બફર ઝોન વિસ્તારોમાં આ ઝોનની હદોને સીલ કરવામાં આવે છે.
બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500