Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અબ્રામા ગામના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા

  • January 30, 2025 

નવસારીના જલાલપોર અબ્રામા ગામ આશ્રમ ફળિયાના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરીયાદ જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, નયનકુમાર મોહનલાલ પટેલ (રહે.આશ્રમ ફળિયા, અબ્રામા, તા.જલાલપોર, નવસારી)ના ટેલરીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.


તા.૨૩મી જાન્યુઆરીના રોજ તેઓ મુંબઈ ખાતે રહેતા પિતાજીનું અવસાન થતા પરિવાર સાથે મુંબઇ ગયા હતાં અને જેમની ૨૫મી ના રોજ બારમાની વિધિ પતાવીને તેઓ ૨૬મી નારોજ સાંજે પરત ઘરે આવતા તેમના દરવાજાનું તાળુ તુટેલું જોવા મળ્યું હતું. અંદર જઈ તપાસ કરતા તસ્કરોએ કબાટને તોડી તેમાં મુકેલ સોનાના દાગીના સવા સાત તોલા તેમજ ચાંદીના સિક્કા, ચાંદીની મૂર્તિ અને રોકડા રૂા.૫૦ હજાર મળી લાખો રૂપિયાની ચોરી કરી નાશી છૂટ્યા હતાં. તસ્કરોએ મકાનમાં ચોરી કરતી વખતે ફ્રીઝમાં રહેલ ખાવાની ચીજ વસ્તુઓ પણ ઓહયા કરી ગયા હતાં. બનાવ અંગે નયનભાઈ પટેલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application