સુરત ગ્રામ્યની માંડવી પોલીસ સ્ટેશનના તડકેશ્વર આઉટ પોસ્ટના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, તડકેશ્વર ગામે નવી નગરી ફળિયામાં રહેતો મહમદ ઈકબાલ રાજા નામનો ઈસમ પોતાના ઘરના પાછળના ભાગે આવેલા વાડામાં વાછરડા બાંધ્યા છે. તે કેટલાક વાછરડાઓનું પોતાના ઘરમાં કતલ કરી રહ્યો છે.
જેથી તડકેશ્વર આઉટ પોસ્ટના પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં મહમદ ઇકબાલના ઘરના પાછળના વાડામાં બાંધેલ નાની મોટી વાછરડી નંગ ૮ તથા વાછરડા ૨ કિંમત રૂપિયા ૬૦ હજારને કતલ થાય તે પહેલા બચાવી લીધા હતા અને પાંજરાપોળ મૂકવાની તજવીજ હાથ ધરી હતી.પોલીસની રેડ દરમિયાન મહમદ ઈ કબાલ પોતાના ઘરમાં વાછરડાની કતલ કરતો મળી આવ્યો હતો. જેમાં કુલ ૪૫૦ કિલો ગૌમાંસ રૂપિયા ૪૫૦૦૦ તથા તલ કરવામાં ઉપયોગમાં લીધલા નાના મોટા છરાઓ, તાડપત્રી, પ્લાસ્ટિકના નાના મોટા ટબ, લાકડાના ટુકડાઓ મળી કુલ ૧૧૧૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500