મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ગુનખડી ગામે ટેમ્પો પલટી મારવાની ઘટના બની હતી. જોકે ટેમ્પો પલટી ખાઇ જતાં ટેમ્પામાં સવાર ૧૦ જેટલી મહિલા મુસાફરો સહીત ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ગુનખડી ગામનાં ૧૨ મુસાફરો તારીખ 15મી એપ્રિલ નારોજ મોડીસાંજે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ટેમ્પો નંબર જીજે/૦૫/બીટી/૭૨૩૩માં જઈ રહ્યા હતા.
તે દરમિયાન ગુનખડી ગામે ગોડાઉન ફળિયામાં આવેલ ગરનાળા પાસે ટેમ્પોનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મુસાફરો ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ગુનખડી ગામની ૧૦ મહિલાઓ સહીત ટેમ્પો ચાલક દિનેશભાઈ ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વેચીયાભાઈ ગંજીભાઈ ગામીત (રહે.ગુનખડી ગામ, ગોડાઉન ફળિયું, સોનગઢ)નાંએ ટેમ્પો ચાલક દિનેશ ગામીત વિરુધ તારીખ ૧૬/૦૪/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અકસ્માતમાં ઈજા પામનાર ૧૦ મહિલાઓ...
૧.મલિક્કાબેન ચંદ્રકાંતભાઈ ગામીત,
૨.સરલાબેન ગમનભાઈ ગામીત,
૩.શાંતિબેન રડતીયાભાઈ ગામીત,
૪.શીતલબેન અમુલભાઈ ગામીત,
૫.ઉર્મિલાબેન અરવિંદભાઈ ગામીત,
૬.એલીશાબેન રાજુભાઈ ગામીત,
૭.દિલુબેન બાબુભાઈ ગામીત,
૮.હર્ષાબેન મહેન્દ્રભાઈ ગામીત,
૯.નીતાબેન વેચીયાભાઈ ગામીત અને
૧૦.દીનાબેન ચંદ્રકાંતભાઈ ગામીત (તમામ રહે.ગુનખડી ગામ, તા.સોનગઢ, જિ.તાપી).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500