સોનગઢમાં પોલીસે ચેકિંગ દરમિયાન નગરના જુદાજુદા વિસ્તારોમાં માસ્ક વગર નજરે પડતા લોકો અને સેફ ડીસ્ટન્સ ન જાળવતા કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને સોનગઢ પોલીસ સ્ટાફના માણસો છઠ્ઠી મે નારોજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝડપાયેલા કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બાઈક ઉપર ત્રણ સવારી
સોનગઢના શિવાજીનગર પાસે રોડ ઉપરથી બાઈક નંબર જીજે/26/આર/8277 ના ચાલકે બાઈક ઉપર ત્રણ સવારી હંકારી લઈ આવતો હોય કોઇપણ પ્રકારનું સોસીયલ ડીસ્ટન્સ સુધ્ધા જણાતું ન હતું. આ બનાવમાં બાઈક ચાલક વિપુલભાઈ મગનભાઈ ગામીત રહે, હીરાવાડી ગામ, આંબલી ફળિયું-સોનગઢ, નાઓ સામે કાર્યવાહી કરાઈ હતી.
અમોલ ઇલેક્ટ્રોનીક્સની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી હતી.
સોનગઢના પાલિકા બજાર સામે આવેલ અમોલ ઇલેક્ટ્રોનીક્સની દુકાન ઉપર કેટલાક લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું જરૂરી સેફ ડીસ્ટન્સ જણાતું ન હોય તેમજ દુકાનદારે સુરક્ષા માટે હેન્ડ ગ્લોવ્ઝ તથા સેનેટાઈz પોતાની દુકાનમાં રાખેલ ન હતું. આ બનાવમાં રાહુલભાઈ મુકુન્દભાઈ જોષી રહે, વિશ્વભવન કોમ્પલેક્ષ-સોનગઢ ના સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જનતા વાસણ ભંડારની દુકાનમાં કેટલાક લોકો ભેગા થયેલ હતા.
મુસ્લિમ ફળીયામાં આવેલ જનતા વાસણ ભંડારની દુકાનમાં કેટલાક લોકો ભેગા થયેલ હોય તેઓ વચ્ચે કોઇપણ પ્રકારનું સોસીયલ ડીસ્ટન્સ જણાતું ન હતું. દુકાનદારે મોઢે માસ્ક સુધ્ધા પહેર્યું ન હતું. આ બનાવમાં અરમાન અયુબ ફકીર રહે, મુસ્લિમ ફળિયું-સોનગઢ, નાઓ સામે કાર્યવાહી કરાઈ હતી.
રીક્ષામાં કુલ 11 જેટલા પેસેન્જરો બેસાડેલા હતા.
સરકારી દવાખાનેની સામે એક રીક્ષા નંબર જીજે/26/ટી/2872 માં કુલ 11 જેટલા પેસેન્જરો બેસાડેલા હોય તેઓએ ચહેરા ઉપર યોગ્ય રીતે માસ્ક પણ પહેરેલ ન હોય,તેઓ વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ પણ જણાતું ન હતું.આ બનાવમાં રીક્ષા ચાલક કલ્પેશભાઈ ચીગાભાઈ ગામીત રહે, મોટી ખેરવાણગામ, પારસી ફળિયું-સોનગઢ, ના વિરુદ્ધ જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી કરાઈ હતી.
શાકભાજીની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ હતી.
શાકભાજી માર્કેટમાંથી એક શાકભાજીની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ પણ જણાતું ન હતું.દુકાનદારે માસ્ક પણ પહેર્યું ન હતું.આ બનાવમાં આસિફ કાલુભાઈ ખટીક રહે, ઈસ્લામપુરા-સોનગઢ, ના સામે કાર્યવાહી કરાઈ હતી.
દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ હતી.
દશેરા કોલોની વિસ્તારમાં શાકભાજીની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે સેફ ડીસ્ટન્સ પણ ન હતું. આ બનાવમાં પ્રદીપભાઈ રાધેશ્યામ મૌર્ય રહે, ડેપો ફળિયું-સોનગઢના વિરુદ્ધ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ.આમ જુદાજુદા બનાવોમાં પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ 6 જેટલા કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(ફોટો,યુવરાજ પ્રજાપતિ-સોનગઢ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500