દેશને ફેમિના મિસ ઈન્ડિયા 2022 (Miss India 2022) મળી ગઈ છે. સિની શેટ્ટી (Sini Shetty)એ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો છે. જોકે તે 21 વર્ષની છે અને કર્ણાટકની રહેવાસી છે. મિસ ઈન્ડિયા 2022નાં ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ તા.3 જૂલાઈનાં રોજ મુંબઈનાં જિયો કન્વેંશન સેંટરમાં યોજાયો હતો. વિજેતા સિની શેટ્ટી બાદ બીજા સ્થાન પર રાજસ્થાનની રુબલ શેખાવત રહી હતી. તે મિસ ઈન્ડિયાની પહેલી રનરઅપ રહી.
બીજી તરફ ઉત્તરપ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારી શિનાતા ચૌહાણ બીજી રનરઅપ રહી હતી. મિસ ઈન્ડિયા 2022ના ફિનાલેની રાત્રે તેઓ બધા ખૂબ જ સુંદર દેખાતા હતા. મિસ ઈન્ડિયા 2021ની વિજેતા રહેલી માનસા વારાણસી (Manasa Varanasi)એ મિસ ઈન્ડિયા 2022 સિની શેટ્ટીને ક્રાઉન પહેરાવ્યું હતું. ટોપ 5માં સિની શેટ્ટી, રુબલ શેખાવત, શિનાતા ચૌહાણ, પ્રજ્ઞા અય્યારી અને ગાર્ગી નંદી હતા. વિજેતા તરીકે પસંદગી થતાં સિનીના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. અન્ય સ્પર્ધકોએ પણ તેને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સિની શેટ્ટી આમ તો કર્ણાટકની રહેવાસી છે પરંતુ તેમનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તે હાલમાં ચાર્ટર્ડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ (CFA)નો પ્રોફેશનલ કોર્સ કરી રહી છે. જોકે, તેનો પ્રથમ પ્રેમ ડાન્સિંગ તરફ રહ્યો છે તેણે 4 વર્ષની ઉંમરમાં જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધુ હતું અને 14 વર્ષની ઉંમરમાં તેમણે પોતાના અરંગત્રમ અને ભરતનાટ્યમ સમાપ્ત કરી દીધા હતા.
મિસ ઈન્ડિયા 2022 રનર અપ રૂબલ શેખાવત વિશે વાત કરીએ તો, તે ડાન્સ, એક્ટિંગ, પેઈન્ટિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવે છે અને બેડમિન્ટન રમવાનું પણ પસંદ કરે છે. જ્યારે મિસ ઈન્ડિયા 2022ની સેકન્ડ રનર અપ શિનતા ચૌહાણ એક સ્કોલર રહી છે અને હંમેશા લિડરશીપ વાળા કામ કરવા ઉત્સુક રહે છે.
મિસ ઈન્ડિયા 2022નો ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ ઈવેન્ટમાં નેહા ધૂપિયા, કૃતિ સેનન, મનીષ પોલ, રાજકુમાર રાવ, ડિનો મોરિયા, મિતાલી રાજ, મલાઈકા અરોરા અને અન્ય સેલેબ્સે ભાગ લીધો હતો. કૃતિ સેનન અને લોરેન ગોટલીબે શાનદાર પ્રદર્શન કર્યું જેણે ઈવેન્ટને વધુ ખાસ બનાવ્યો હતો. આ ઈવેન્ટમાં નેહા ધૂપિયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેણે આ વર્ષે મિસ ઈન્ડિયાનો તાજ જીત્યાના 20 વર્ષ પૂરા કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500