વાલોડ તાલુકામાં કૂદકે ને ભૂસકે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.તાલુકામાં આજે કોરોના વિસ્ફોટ થતા ૭ પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારો પણ સંક્રમણ વધતા સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે. ત્યારે બાજીપુરા ( કમાલછોડ)માં પણ આઠ દિવસ સુધી દુકાનો બપોરે ૨:૦૦ કલાક સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર હાલમાં વાલોડ તાલુકાના વિસ્તારોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જેને લઇ (કમાલછોડ) બાજીપુરા વિસ્તારમાં આવતી તમામ દુકાનો બપોરના ૨ કલાક સુધી ખુલ્લી રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા એક નોટીસ પણ ઈશ્યુ કરી દેવામાં આવી છે.કોરોના વાઇરસના કેસો બાજીપુરામાં વધવાને કારણે તા.૧૩/૦૪/૨૦૨૧ થી ૨૧/૦૪/૨૦૨૧ સુધી તમામ દુકાનો સવારે ૮:૦૦ કલાક થી બપોરે ૨:૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે.
ફક્ત આવશ્યક સેવાઓ મેડીકલ, દવાખાના સવારે ૮:૦૦ કલાક થી સાંજે ૯:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે. હોટેલ તથા રેસ્ટોરન્ટની દુકાનો બપોરે ૪:૦૦ થી ૮:૦૦ કલાક સુધી પાર્સલ સેવા આપી શકશે. તથા તમામ દુકાનદારોએ પોતાના દુકાને આવતાં ગ્રાહકોની યાદી ફરજિયાત રાખવાની રહેશે. દુકાનદારોએ સેનેટાઇઝર, માસ્ક તથા હેન્ડગ્લોઝનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500