સુરત જિલ્લાનાં એસ.ઓ.જી. પોલીસે પૂર્વ બાતમીનાં આધારે કુડસદ ખાતે ગેરકાયદેસર રીતે ગેસ રિકિલિંગ કરતા દુકાન માલિકની ધરપકડ ૧૧,૪૦૦/-નો કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, કુડસદ ગામની સીમમાં સમુહ વસાહત નગરમાં આવેલ મુસાભાઇની બિલ્ડીંગમાં શિશુપાલ મંડલ નામનો ઈ સમ જેની ચુલા રીપેરીંગની દુકાનમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરતો હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી.
હરકતમાં આવેલી એસ.ઓ.જી. પોલીસે દુકાનમાં છાપો માર્યો હતો. આમ, પોલીસે દુકાનની અંદર તપાસ કરતા તેનો માલિક કોઇપણ જાતનાં પરવાના વિના ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી લોકોની જીંદગી જોખમાય જેવું ગુનાહીત કૃષ્ણ કરતો હોવાનું જણાયું હતું. પોલીસે દુકાનમાંથી બાટલા, પાઇપ, વજન કાંટો મળી પોલીસે કુલ ૧૧,૪૦૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ પોલીસે દુકાન માલિક શિશુપાલ આસ્તિક મંડલ (હાલ રહે.મુસાભાઇની બિલ્ડીંગમાં સમુહ વસાહત કીમ ગામ, ઓલપાડ)ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500