જગતગુરૂ સંત તુકારામ મહારાજના અગિયારમાં વંશજ શિરિશ મહારાજ મોરે આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી છે. નાણાંકીય મુશ્કેલીના કારણે તેમણે આ પગલું લીધું છે. જેનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે, જે પોલીસને તેમના ઘરેથી મળી હતી. સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો કે, 'હું નાણાંકીય મુશ્કેલીના કારણે આત્મહત્યા કરી રહ્યો છું'. શિરિશ મહારાજ સંત તુકારામ મહારાજના અગિયારમાં વંશજ હતાં. તેમની પાસે નિગડીમાં ઈડલી રેસ્ટોરન્ટ પણ હતી. પરિવારમાં માતા અને પિતા છે.
ગત મહિને જ તેમના લગ્ન નક્કી થયા હતાં, જે એપ્રિલ અથવા મે મહિનામાં આયોજિત થવાના હતાં. પરંતુ, લગ્ન પહેલાં જ તેઓએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાની ઘટનાથી દેહુગાંવમાં શોકનો માહોલ છે. હાલ દેહરોડ પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, શિરિશ મહારાજ પોતાના રૂમમાં સૂતા હતાં. સવારે જ્યારે તેમને જગાડવા માટે પરિવારના લોકો ગયા તો અંદરથી જવાબ ન આવ્યો. ત્યારબાદ પરિવારના લોકોએ દરવાજો તોડી દીધો. દરવાજો તોડ્યા બાદ પરિવારજનોને સામે શિરિશ મહારાજ પડેલાં જોવા મળ્યા હતાં. ત્યારબાદ પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500